રવિવાર, 13 માર્ચ, 2016

bhartiya bandharan na ati mahatva na questions ans with explanation..

Q 1 - ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે ?

A : 20

B : 21

C : 22

D : 23

Answer : C

Explaination

ભારતના બંધારણમાં મૂળ 22 ભાગ, 395 અનુચ્છેદ તથા 12 અનુસૂચી છે, પરંતુ પેટા ભાગ અને પેટા અનુચ્છેદ સહીત 25 ભાગ અને 444 કરતા વધુ અનુચ્છેદ આવેલા છે.

Show Answer

Q 2 - વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન સૌપ્રથમ ક્યાં ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

A - મેડમ ભીખાજી કામ

B - પીંગલી વૈંકેયા

C - શ્યામજીકૃષ્ણ વર્મા

D - સરદારસિંહ રાણા

Answer : A

Explaination

વર્તમાન રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઈન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

Show Answer

Q 3 - ભારતનું રાષ્ટ્રીય પંચાગ ક્યાં સવંત ઉપર આધારિત છે ?

A - વિક્રમ સવંત

B - શક સવંત

C ગ્રેગરીયન

D એકપણ નહિ

Answer : B

Explaination

શક સવંતની શરૂઆત ઈ.સ. 78 માં થઇ હતી.શક સવંતનો પ્રથમ મહિનો ચૈત્ર છે, જેનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ અને જો લીપ યર હોય તો 21 માર્ચના રોજ હોય છે. શક સવંત સામાન્ય રીતે 365 દિવસનું હોય છે. ભારત સરકારે શક સવંતનો રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકાર 22 માર્ચ, 1957ના રોજ કર્યો હતો.

Show Answer

Q 4 - ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે ?

A - ગાય

B - સિંહ

C - ચિત્તો

D - હાથી

Answer : D

Explaination

ભારતનું વિરાસત પશુ હાથી છે, 22 ઓકટોબર, 2010 ના રોજ ભારત સરકારે હાથીને' રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કર્યું હતું.

Show Answer

Q 5 - વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ક્યાં દેશનું છે ?

A - અમેરિકા

B - રશિયા

C - ભારત

D - જાપાન

Answer : C

Explaination

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે,વિશ્વમાં ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલનું બંધારણ અલિખિત સ્વરૂપમાં છે.

Show Answer

Q 6 - ક્યાં કાયદાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો ?

A - ચાર્ટર એક્ટ 1793

B - ચાર્ટર એક્ટ 1813

C - ચાર્ટર એક્ટ 1833

D - ચાર્ટર એક્ટ1835

Answer : B

Explaination

ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત, પણ ચા અને ચીનમાં તેનો એકાધિકાર ચાલુ રહ્યો.

Show Answer

Q 7 -કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે?

A - ક્રિપ્સ મિશન

B - એમ એન રોય

C - નેહરુ રીપોર્ટ

D - ઓગસ્ટ પ્રસ્તાવ

Answer : C

Explaination

19 મે, 1928માં મુંબઈમાં આયોજિતસર્વદલીય સંમેલનમાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિની નિયુક્તિ કરવામાં આવી. મોતીલાલ નેહરુની અધ્યક્ષતાં વાળી આ સમિતિએ 10 ઓગસ્ટ,1928માં એક રીપોર્ટ રજુ કર્યો, જેને " નેહરુ રીપોર્ટ" કહેવામાં આવ્યો જે બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો. આથી નેહરુ રીપોર્ટને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે.

Show Answer

Q 8 - બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું ?

A - હૈદરાબાદ

B - મૈસુર

C - ગ્વાલિયર

D - જુનાગઢ

Answer : B

Explaination

બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું મૈસુર હતું, જેની સભ્ય સંખ્યા 7 હતી.

Show Answer

Q 9 - બધારણસભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

A - 9 ડીસેમ્બર,1946

B - 9 જાન્યુઆરી,1946

C - 30 જાન્યુઆરી, 1946

D - 26 જાન્યુઆરી, 1946

Answer : A

Explaination

બંધારણસભાની સૌપ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં 9 ડીસેમ્બર,1946 ના રોજ મળી હતી. ડો. સચ્ચિદાનંદ સિંહા બંધારણસભાના સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ બન્યા, 11 ડીસેમ્બર,1946ના રોજ ડો. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના સૌપ્રથમ ચુટાયેલા અધ્યક્ષ બન્યા.

Show Answer

Q 10 - બંધારણસભામાં “ પ્રાંતીય બંધારણ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા ?

A જવાહરલાલ નેહરુ

B - બી.આર.આંબેડકર

C - સરદાર વલ્લભભાઈ પટેલ

D - અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર

Answer : C

Explaination

બંધારણ સભાની કુલ- 22 સમિતિની રચના કરવામાં આવી હતી.
પ્રારૂપ/મુસદ્દા સમિતિ : ડો. આંબેડકર
પ્રારૂપ સમીક્ષા સમિતિ : અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર
સંઘ બંધારણ સમિતિ : જવાહરલાલ નેહરુ
પ્રાંતીય બંધારણ સમિતિ : સરદાર વલ્લભભાઈ પટેલ
મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : સરદાર વલ્લભભાઈ પટેલ
સંઘ શક્તિ સમિતિ : જવાહરલાલ નેહરુ
રાષ્ટ્રીય ઝંડા સમિતિ : જે.બી. કૃપલાણી

Show Answer

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો